વિજાપુર | ગુજરાત હેડલાઈન ન્યૂઝ

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા લઘુમતી મોરચાની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વિજાપુરના વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકર ચાચા સૈયદ યાકુબહુસેન હુસેનમીયાની વિજાપુર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સૈયદ યાકુબભાઈ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. પક્ષ સાથેના ઉતાર-ચઢાવ વચ્ચે પણ તેમણે પોતાની નિષ્ઠા જાળવી રાખી.

12/10/2024ના રોજ જાહેર કરાયેલી મહેસાણા જિલ્લા ભાજપની યાદીમાં ક્રમ નં. 11 પર તેમનું નામ સામેલ છે. ગુજરાત હેડલાઈન ન્યૂઝ પરિવાર તરફથી ચાચા યાકુબભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.