અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ 90% પૂર્ણ થઈ ચૂક્યું છે. ઇન્દિરા બ્રિજ તરફ વિસ્તરતા આ પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ટેનિસ કોર્ટ, સિન્થેટિક રનિંગ ટ્રેક અને સોલાર બોટ ટર્મિનલ ઊભા કરવામાં આવ્યા છે.
દિવાળી પૂર્વે મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવશે.