સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં દેશ-વિદેશના 4,000થી વધુ વેપારીઓએ ઓફિસો શરૂ કરી દીધી છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનમાંથી લેબ-ગ્રોન હીરાના રેકોર્ડ ઓર્ડર્સ સુરતને મળી રહ્યા છે.
હીરા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે સુરત હવે નેચરલ અને લેબ-ગ્રોન બંને સેક્ટરમાં વિશ્વનું નંબર-1 ટ્રેડિંગ સેન્ટર બની ગયું છે.