સૌરાષ્ટ્રના અગ્રણી માર્કેટ યાર્ડોમાં ખરીફ પાકની આવક પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ગોંડલ યાર્ડમાં 60,000 ગુણી મગફળી અને રાજકોટ યાર્ડમાં 35,000 મણ કપાસની આવક નોંધાઈ હતી.

વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે કપાસમાં જીંડવાનો સારો વિકાસ હોવાથી ક્વોલિટી ઉત્તમ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.